ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત અધિકારીઓ દ્વારા સાત અલગ- અલગ વિવિધ વિષયો પરના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નાગરિક-કેન્દ્રિત માટે મહેસૂલી કાયદાઓનું આધુનિકીકરણ શાસન વિષય પર રાજકોટના કલેકટર ઓમ પ્રકાશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં કલેકટર મોરબી દ્વારા સંયોજન કરવામાં આવ્યું હતું. બાદ લેન્ડ રેકોર્ડ અને રજિસ્ટ્રેશન સિસ્ટમ્સનું અપગ્રેડેશન વિષય પર કલેક્ટર ભાવનગર દ્વારા પ્રસ્તુતિ અને કલેક્ટર પોરબંદર દ્વારા સંયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ વિષય પર કલેક્ટર તાપી દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી અને કલેક્ટર નર્મદા દ્વારા સંયોજન કરાયું હતું. રેવન્યુ કોર્ટ કેસો - પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ વિષય પર કલેક્ટર વડોદરા દ્વારા પ્રેઝન્ટેશની રજૂઆત અને કલેક્ટર અમરેલીએ સંયોજન કર્યું હતું.પુન:સર્વેક્ષણ: પ્રયાસો અને જમીન સંપાદન - વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ વિષય પર બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા રસપ્રદ અને વ્યવહારૂ ઉકેલોની પ્રસ્તુતિ કરાઈ હતી જેનું સંયોજન જામનગરના કલેકટર કેતન ઠકકરે કર્યુ હતું.
કલેક્ટર દેવભૂમિ દ્વારકાએ આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવની વહેંચણી વિષય પર તથા આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધનના આયોજન વિષય પર કલેક્ટર અમદાવાદ દ્વારા વિશ્લેષિત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ