જામનગરના હાપા યાર્ડ ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે પણ 335 ખેડૂતોએ યાર્ડમાં જણસ વેચી
જામનગર, 5 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ હાપામાં વરસાદી વાતાવરણમાં પણ 335 ખેડૂતો 11677 મણની 17 જણસીઓ હરરાજમાં લાવ્યા હતા. જેમાં સૌથી વધુ મગફળી અને ડુંગળીની આવક રહેવા પામી હતી. તો ડુંગળીના ભાવ ન વધતા સંગ્રહ કરેલી ડુંગળીની આવક્યા
હાપા માર્કેટિંગ યાર્ડ


જામનગર, 5 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ હાપામાં વરસાદી વાતાવરણમાં પણ 335 ખેડૂતો 11677 મણની 17 જણસીઓ હરરાજમાં લાવ્યા હતા. જેમાં સૌથી વધુ મગફળી અને ડુંગળીની આવક રહેવા પામી હતી. તો ડુંગળીના ભાવ ન વધતા સંગ્રહ કરેલી ડુંગળીની આવક્યાં વધારો થયો છે.

હાપા યાર્ડમાં ખેડુતો જુવાર 10. બાજરી 378, ઘઉં 1340, મગ 5. અળદ 160. તુવેર 138, ચણા 248, મગફળી 1999, તલી 390, રાથડો 83, લસણ 654, કપાસ 243, જીરુ 1089, અજમો 1295, અજમાની ભુસી 1438. ધાણા 332, સુકી ડુંગળી 1872 મણ હરરાજીમાં લાવ્યા હતા.

જેમાં ડુંગળીના ભાવ રૂ.50 થી 230 સુધીના ભાવે સોદા થયા હતા. તો મગફળી જીણીના 900 થી 1100 જાડી મગફળીના રૂ.700થી 950 અને 66 નંબરની મગફળીના 1180 સુધીના ભાવે સોદા થયા હતા. જ્યારે ડુંગળીની આવકની વાત કરીએ તો સંગ્રહ કરેલી ડુંગળી માર્કેટમાં આવતી હોવાનો યાર્ડના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande