પરંપરાગત ખેતી છોડીને મરચાની બાગાયત તરફ ખેડૂતનો નવો પ્રયોગ, દોઢ લાખ રૂપિયાની આવકનો અંદાજ
મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના ખેડૂત ગીતાબેન અને રાજેન્દ્રભાઈ પટેલે પરંપરાગત ખેતીમાંથી નવી દિશામાં પગલું ભર્યું છે. પહેલા તેઓ બે વીઘામાં કપાસ, એરંડા અને દિવેલાનું વાવેતર કરતા હતા, પરંતુ આ વર્ષે તેમણે દેશી જાતના
પરંપરાગત ખેતી છોડીને મરચાની બાગાયત તરફ ખેડૂતનો નવો પ્રયોગ – દોઢ લાખ રૂપિયાની આવકનો અંદાજ


પરંપરાગત ખેતી છોડીને મરચાની બાગાયત તરફ ખેડૂતનો નવો પ્રયોગ – દોઢ લાખ રૂપિયાની આવકનો અંદાજ


પરંપરાગત ખેતી છોડીને મરચાની બાગાયત તરફ ખેડૂતનો નવો પ્રયોગ – દોઢ લાખ રૂપિયાની આવકનો અંદાજ


મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના ખેડૂત ગીતાબેન અને રાજેન્દ્રભાઈ પટેલે પરંપરાગત ખેતીમાંથી નવી દિશામાં પગલું ભર્યું છે. પહેલા તેઓ બે વીઘામાં કપાસ, એરંડા અને દિવેલાનું વાવેતર કરતા હતા, પરંતુ આ વર્ષે તેમણે દેશી જાતના મરચા અને કપાસનું વાવેતર કર્યું છે. પહેલી વખતની વીણીમાં જ 20 મણ જેટલું મરચાનું ઉત્પાદન મળ્યું અને 10,000 રૂપિયાનું વેચાણ થયું.

રાજેન્દ્રભાઈ જણાવે છે કે બાગાયત ખેતી ટૂંકા ગાળાની અને વધુ ઉત્પાદન આપનારી છે. સાતમા મહિનામાં વાવેલા મરચાનું અઢી મહિનામાં ઉત્પાદન શરૂ થઈ જાય છે અને છથી સાત મહિનામાં સંપૂર્ણ પાક તૈયાર થાય છે. સિદ્ધપુર માર્કેટયાર્ડમાં મરચાનો પ્રથમ ભાગ પ્રતિ કિલો 480 રૂપિયામાં વેચાયો હતો. આ વર્ષે અંદાજે 500 મણ જેટલું ઉત્પાદન મળશે અને તેમાં દોઢ લાખ રૂપિયાની આવકની સંભાવના છે.

તેઓ કહે છે કે મરચાની ખેતીમાં ખર્ચો થોડો વધારે થાય છે, પરંતુ જો વર્ષ અનુકૂળ જાય તો પરંપરાગત પાક કરતાં બે થી ત્રણ ગણો નફો મળે છે. છેલ્લા સાત આઠ વર્ષથી ખેતી કરતા રાજેન્દ્રભાઈ અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ પાકમાં પ્રાકૃતિક દવાઓ જેમ કે “અગ્નિ શસ્ત્ર” નો ઉપયોગ કરે છે, જેના કારણે ખર્ચ ઓછો અને પાકની ગુણવત્તા ઉત્તમ રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande