રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના રાધનપુર નજીક મોટી પીપળી વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમા
રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના રાધનપુર નજીક મોટી પીપળી વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત રાધનપુરના મોટી પીપળી પાસે થયો હતો, જ્યાં એક સાઇડનો રોડ બંધ હોવાથી ટ્રાફિક રોંગ સાઈડથી ચાલી રહ્યો હતો. ટ્રેલર રોંગ સાઈડમાં આવતા સૌથી પહેલા તે બોલેરો પિકઅપ સાથે અથડાયું હતું. ત્યારબાદ જીપ અને બે બાઈક પણ પાછળથી ટકરાઈ ગયા હતા. અકસ્માતના કારણે બધા વાહનોને ભારે નુકસાન થયું છે.

અકસ્માત બાદ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ખાડાઓને લઈ અગાઉ પણ નેશનલ ઓથોરીટી સમક્ષ રજૂઆત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી મૃતકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને પણ સહાય મળે તે માટે માંગ કરવાનું જણાવ્યું છે.

રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલે જણાવ્યું કે, ટ્રેલર રાધનપુરથી વારાહી તરફ જઈ રહ્યું હતું અને પિકઅપ, બાઈક અને જીપ સામેથી આવી રહ્યાં હતાં. પ્રાથમિક તપાસ મુજબ સૌપ્રથમ ટ્રેલર અને પિકઅપ વચ્ચે અથડામણ થઈ હતી. મૃતકોમાં દેસાઈ લક્ષ્મણભાઈ નાગજીભાઈ (મોટી પીપળી), યશ રબારી (ઊંચોસણ), કનુભાઈ રાવળ (અગીચાણા), અને નસીબ ખાન મલિક (ખેરવા દસાડા)નો સમાવેશ થાય છે.

વિસનગર નજીક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવકોની મદદ કરી હતી. એક કાર્યક્રમમાં જતાં તેઓને માર્ગમાં અકસ્માત દેખાયો હતો. મંત્રીએ પોતાની ગાડી રોકી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ મોકલવાની તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. બીજાને સામાન્ય ઈજા હતી અને તે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો.

આવી દુખદ ઘટના સામે સરકાર તેમજ નેશનલ ઓથોરીટી તરફથી યોગ્ય પગલાં લેવાય તેવી લોકમાંગ ઊઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande