ગીર સોમનાથ જિલ્લાના ટી.બી. દર્દીઓને, સ્ટેલા મેરી ટ્રસ્ટ દ્વારા પોષણ કીટ અપાઇ
ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે અને ટી.બી.ના દર્દીઓને પૂરતી પોષણ કીટ મળી રહે તે માટે નિક્ષય મિત્ર દ્વારા પોષણ કીટ પણ આપવામાં આવી રહી
મેરી ટ્રસ્ટ દ્વારા પોષણ કીટ અપાઇ


ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે અને ટી.બી.ના દર્દીઓને પૂરતી પોષણ કીટ મળી રહે તે માટે નિક્ષય મિત્ર દ્વારા પોષણ કીટ પણ આપવામાં આવી રહી છે.

નિક્ષય મિત્ર અંતર્ગત સ્ટેલા મેરી ટ્રસ્ટ દ્વારા ૪૦ ટી.બી.ના દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં હતી. આ પોષણ આહાર કીટ થકી દર્દીઓને પૂરતું પોષણ મળી રહેશે અને ટી.બી સામે લડવામાં મદદ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથ છેલ્લાં ૧૧ વર્ષથી દર મહિને ૪૦ દર્દીને રાશન કીટ આપી સરાહનીય કામગીરી કરે છે.

ગીર સોમનાથ જિલ્લાનાં સ્ટેલા મેરી ટ્રસ્ટ હસ્તક ટી.બી.ના જરૂરિયાતમંદ ૪૦ દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવી હતી. આ ખાસ કેમ્પમાં સ્ટેલા મેરી ટ્રસ્ટના સિસ્ટર તથા મેણસી સોલંકી(DPS) તથા સાઈમા મલેક (ટી.બી.એચ.વી પ્રભાસ પાટણ) અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande