ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વાહન માલિકો માટે દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32AB,AC,AD, AE,AF, AJ, AH, તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32AG અને ટ્રાન્સપોર્ટ વાહનોની સીરિઝ GJ32Vના બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓકશન કરવામાં આવશે.
જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.૧૧/૧૦/૨૦૨૫થી તા.૧૩/૧૦/૨૦૨૫ સુધી સાંજે ૦૪ વાગ્યા પહેલાનો રહેશે. તેમજ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૩/૧૦/૨૦૨૫થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધીનો રહેશે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN (પરિવહન)વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.
પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બીડ અમાઉન્ટના નાણાંનું ચુકવણું દિવસ- ૫ માં ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ-ઓક્શનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારશ્રીના તે જ ખાતામાં SBI-ઈ પે દ્વારા, પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ