ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ ફરિયાદ મુજબ મોજે.પાણખાન તા. ગીરગઢડાના માલણ નદી વિસ્તાર ખાતે, આકસ્મિક ચેકિંગ કરતા ૧ જે.સી.બી.મશીન તથા ૨ ટ્રેક્ટર દ્વારા થતા સાદીરેતીનું ખનન/વહન થતું ઝડપી પાડેલ હતું.
આ કામગીરી સમયે ખનીજ ચોરીમાં સામેલ ઈસમ હામો પ્રતાપ તેમજ અજાણ્યા ઈસમો સાથે મળી ટીમ પર હુમલો કરી તમામ મશીનરી/વાહન ભગાડી જતાં ટીમ દ્વારા ગીરગઢડા પો. સ્ટે. ખાતે ફરજમાં રૂકાવટ કરવા બદલ 11186001250737 નંબરથી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ