મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઉમંગ અને પ્રગતિના સંકેત સાથે નવનિર્મિત કિયા મેડિકેર હોસ્પિટલનું વિશેષ શુભારંભ સમારોહ યોજાયો. આ પ્રસંગે ડૉ. અમિત પટેલ અને ડૉ. પારુલ પટેલે આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલનું પ્રારંભ કર્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની સહ ઉપસ્થિતિ આ પ્રસંગને વિશેષ ગૌરવમય બનાવી દીધી.
શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, આજના સમયમાં આરોગ્ય ક્ષેત્રે આધુનિક તકનીક અને સેવા મહત્વપૂર્ણ છે. કિયા મેડિકેર હોસ્પિટલના ઉદ્દઘાટનથી મહેસાણા તેમજ આસપાસના વિસ્તારોમાં આરોગ્યસેવામાં નવી દિશા મળે તેવી આશા છે. ડૉ. અમિત પટેલ અને ડૉ. પારુલ પટેલે તેમની સેવાભાવી દ્રષ્ટિ અને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે આરોગ્ય જગતના પ્રતિનિધિઓ, લોક પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી. નવા હસ્પિટલના શુભારંભે મહેસાણામાં આરોગ્ય સેવા માટે નવી શ્રેણી શરૂ કરી છે, જે ભવિષ્યમાં વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રને સશક્ત બનાવવા માટે મોખરે રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR