પોરબંદર મનપા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઈ
પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આપણા દેશમાં બનતી અનેક વસ્તુઓનું વેચાણ કરવા તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્લા
પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઈ.


પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

જેમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આપણા દેશમાં બનતી અનેક વસ્તુઓનું વેચાણ કરવા તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાનું વિશેષ આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા મહાનગરપાલિકામાં એસએચજી (સ્વ સહાય જૂથ)ની બહેનો દ્વારા સ્વ બનાવટની ચીજ વસ્તુઓને મોટા ફલક પર વેચાણ કરવાની આ આયોજનથી એક તક અપાશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ - 2025 અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત થઈને લોકોને સ્વદેશી વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરવા માટે પ્રેરવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકામાં વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વોકલ ફોર લોકલ પહેલ પર ભાર મુકી પોરબંદર શહેરમાં દશેરાથી દિવાળી દરમ્યાન પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) નું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નર એચ જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરવામાં આવી છે. અને મહાનગરપાલિકા ખાતે આ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)' નું વિસ્તૃત આયોજન કરવા અંગે કમિશ્નર એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફેસ્ટિવલમાં શોપિંગ ક્લસ્ટર, સાંસ્કૃતિક કોર્નર, ફૂડ કોર્નર, હસ્તકલા મેળો, બાળકોના રમતની વ્યવસ્થા, સ્થાનિક ઉત્પાદનો માટે બ્રાન્ડિંગને લગતી કામગીરી કરવા અંગે કમિશ્નરએ સમિતિના સભ્યોને સૂચના આપી હતી.

પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત સ્વદેશી મેળામાં પ્લાસ્ટિકના વપરાશને પ્રતિબંધિત કરવામાં આવશે. જેથી આ સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) પ્લાસ્ટિક ફ્રી બની રહેશે.

મહાનગરપાલિકાના કમિશ્નર એચ જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande