પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ
પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તા. 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી યોજાનારા વિકાસ સપ્તાહના વિવિધ વિભાગોના આયો
પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ.


પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન તા. 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી યોજાનારા વિકાસ સપ્તાહના વિવિધ વિભાગોના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહ ભવ્ય રીતે ઉજવાય તે માટે જિલ્લાના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ વિષયક સેમિનાર, ગ્રામસભાઓ, આરોગ્ય ચકાસણી કેમ્પ, વોલ પેઇન્ટિંગ, ખેડૂતલક્ષી કાર્યક્રમો, તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાસંબંધિત કાર્યક્રમો જેવા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે. બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રીમતી નેહાબેન સોજીત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande