
મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા શહેરમાં નવા વ્યવસાયના ઉજવણી પ્રસંગે એક ખાસ પ્રસંગ જોવા મળ્યો. શહેરના નવીન વેપાર ક્ષેત્રે સિલ્વર સી જ્વેલર્સના નવા સોપાનનું ઉદ્દઘાટન વિશાળ ઉત્સાહ અને ભવ્યતાપૂર્વક યોજાયું. આ પ્રસંગે માનનીય સાંસદ હરિભાઈ ઉપસ્થિત રહ્યા અને નવા સોપાન માટે માલિક સહ સહભાગીઓને શુભકામનાઓ પાઠવી હતી.
ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ હરિભાઈએ ઉદ્યોગ અને વેપારમાં નવી શરૂઆતને પ્રોત્સાહન આપતાં જણાવ્યું કે, આવા નવા પ્રયોગ અને સાહસિકતા લોકોને પ્રેરણા આપે છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે. તેમણે નવા સોપાન બદલ સિલ્વર સી જ્વેલર્સના માલિકોને અભિનંદન પાઠવ્યા અને તેમના સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.
આ કાર્યક્રમમાં મહેસાણા શહેરના અનેક વેપારી, સ્થાનિક પ્રતિનિધિ, અને સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવા સોપાનના પ્રારંભને શુભકામનાઓ સાથે વધાવ્યું અને વેપારમાં નવી ઊર્જા અને ઉત્સાહ ભરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR