જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું
ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આયોજિત નેશનલ કોન્ફરન્સમાં આજે ‘પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન–વર્તમાન વાસ્તવિકતાઓ અને આગળનો માર્ગ’ વિષય પર મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતુ
મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો


મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આયોજિત નેશનલ કોન્ફરન્સમાં આજે ‘પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન–વર્તમાન વાસ્તવિકતાઓ અને આગળનો માર્ગ’ વિષય પર મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેયર જનરલ ઑફ ઇન્ડિયા હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં આયોજિત આ પેનલ ડિસ્કશનનું વલસાડ કલેક્ટર ભવ્ય વર્માએ સંચાલન કર્યું હતું.

સર્વેયર જનરલ હિતેશ મકવાણાએ સર્વેક્ષણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ચોક્કસ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. સેટલમેન્ટ કમિશનર બિજલ શાહે જમીન સંપાદન અને તેના રિસર્વે સમયે આવતા પડકારો વિશે વાત કરી હતી. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે નવા જમીન સંપાદન અધિનિયમની મુખ્ય બાબતો વિશે સમજ આપી જમીન સંપાદનમાં આવતી મુશ્કેલીઓ, જમીનની કિંમતોમાં વિસંગતતા, સંપાદન પ્રક્રિયા દરમિયાન જમીનનું રૂપાંતરણ, ડિજિટલ પ્રક્રિયાનું એકીકરણ અને રી-સર્વે પ્રોજેક્ટના પડકારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

બિહાર સરકારના સિનિયર સેટલમેન્ટ ઓફિસર પલ્લવીએ બિહારમાં લેન્ડ રેકોર્ડ સર્વે, લેન્ડ રિફોર્મ એક્ટ, સ્પેશિયલ સર્વે એન્ડ સેટલમેન્ટ, રીસર્વે માટેના પડકારો અને સર્વેમાં સમસ્યા નિવારણ માટે લેવાયેલા પગલાં તથા બેસ્ટ પ્રેક્ટિસ વિશે માહિતી પૂરી પાડી હતી. વધુમાં મધ્યપ્રદેશ સરકારના જમીન રેકોર્ડ્સ એડિશનલ ડિરેક્ટર નમિતા ખરેએ મધ્યપ્રદેશમાં રીસર્વે કામગીરીની પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજણ આપી RCMS, SAARA અને Bhulekha પોર્ટલ તેમજ રીસર્વે મેથડોલોજી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સેક-ઇસરોના સાયન્ટિસ્ટ આર.એમ. ભંડેરીએ મેપિંગ અને મોનિટરિંગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સેટેલાઇટ ઇમેજ અને GIS ઇન્ફોર્મેશન સિસ્ટમના મહત્ત્વ પર વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande