અમરેલીના વડિયામાં પોલીસ અધિક્ષકની બેઠક
અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ વડિયા તાલુકામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકાના તમામ સરપંચો અને ગ્રામપંચાયતના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ ગામોના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગામોમાં સીસીટીવી કેમેરા સ્થ
વડિયામાં પોલીસ અધિક્ષકની બેઠક


અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ વડિયા તાલુકામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકાના તમામ સરપંચો અને ગ્રામપંચાયતના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ ગામોના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપનને પ્રોત્સાહિત કરવાનો હતો. પોલીસ અધિક્ષકે ગામોમાં વધતા ચોરી, લૂંટ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ટેક્નોલોજી આધારિત સાવચેતીના ઉપાયો અપનાવવા જણાવ્યું.

બેઠક દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાના લાભો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સીસીટીવી કેમેરા માત્ર ગુનાખોરી રોકવા માટે જ નહીં, પરંતુ ગુનાખોરોને ઓળખવા અને પુરાવા એકત્ર કરવા માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ગામમાં મુખ્ય રસ્તા, ચોરાહા, શાળાઓ, દુકાનો અને પ્રવેશદ્વાર પર કેમેરા લગાવવાથી સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.

બેઠકમાં વડિયા તાલુકાના અનેક ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક ગામોએ પહેલેથી જ પોતાના ખર્ચે અથવા ગામની સહાયથી સીસીટીવી કેમેરા લગાવવાની પહેલ કરી છે. આવા ગામોના સરપંચોને પોલીસ અધિક્ષકે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા અને તેમની પ્રશંસા કરી.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, “સુરક્ષા માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની ભાગીદારી જરૂરી છે.” તેમણે સરપંચોને અપીલ કરી કે દરેક ગામમાં લોકોની સહભાગીતાથી સીસીટીવી નેટવર્ક તૈયાર કરવામાં આવે જેથી ગુનાખોરીમાં ઘટાડો થાય અને ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય.

બેઠકના અંતે સરપંચોએ પોલીસ વિભાગને વિશ્વાસ આપ્યો કે ગામના હિતમાં તેઓ પૂરું સહકાર આપશે અને આગામી મહિનાઓમાં વધુ ગામોમાં કેમેરા સ્થાપન પૂર્ણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande