મહેસાણા જિલ્લામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ માટે સમીક્ષા બેઠક યોજી
મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં યોજાનાર પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ માટે પૂર્વ તૈયારીની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે સંબંધિત તમામ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે આયોજનની વિસ્તૃત તૈયારી, સુરક્ષા વ
મહેસાણા જિલ્લામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ માટે સમીક્ષા બેઠક યોજી


મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં યોજાનાર પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ માટે પૂર્વ તૈયારીની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે સંબંધિત તમામ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે આયોજનની વિસ્તૃત તૈયારી, સુરક્ષા વ્યવસ્થા, વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ અને અન્ય જરૂરી તજવીજ અંગે ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ કોન્ફરન્સ દરમિયાન તમામ સ્તરે વ્યવસ્થાની જવાબદારી અને સુનિશ્ચિત કામગીરી માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેઓએ દરેક વિભાગને પોતાના ક્ષેત્રમાં પૂરતી તૈયારી કરવાની તથા કોન્ફરન્સનું આયોજન સચોટ અને વ્યસ્થિત રીતે કરવાનું નિર્દેશ આપ્યો. વિશેષ રૂપે સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, જનસુવિધા, આગ-બચાવ અને પરિવહન વ્યવસ્થા પર ભાર મૂક્યો ગયો હતો.

અધિકારીઓ સાથે થયેલી ચર્ચામાં કોન્ફરન્સને સફળ બનાવવા માટે જરૂરી પદક્રીયાઓ, સમયસૂચિ અને જવાબદારીઓનું વહન નિર્ધારિત કરાયું. આ બેઠક દ્વારા મહેસાણા જિલ્લામાં યોજાનારા આ પ્રસંગને શાનદાર બનાવવા અને પ્રભાવી આયોજન સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પુષ્ટિ પામવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande