ખેતીમાં સફળતા એક વીઘામાં એક સિઝનનું એક લાખનું મળશે ઉત્પાદન
અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી પાકની ખેતી કરી લાખો રૂપિયાની આવક કરતા થયા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી માં બાગાયતી ખેતી કરી અને એક સિઝનમાં એક
ખેતીમાં સફળતા એક વીઘામાં એક સિઝનનું એક લાખનું મળશે ઉત્પાદન


અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી પાકની ખેતી કરી લાખો રૂપિયાની આવક કરતા થયા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી માં બાગાયતી ખેતી કરી અને એક સિઝનમાં એક લાખ સુધીનું ઉત્પાદન મેળવશે ગત સીઝનમાં 70,000 નું ઉત્પાદન મેળવ્યું હતું

ભરતભાઈ ચોવટિયા એ જણાવ્યું કે 10 વીઘા જમીન છે જેમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં જીવામૃત ઘન જીવામૃત બીજામૃત નો ઉપયોગ કરું છું અને ગાયના ગૌમૂત્ર અને છાશનો ઉપયોગ કરી અને ખેતી કરું છું એક વીઘામાં પ્રાકૃતિક બાગાયતી પાકનું પંચ સ્તરીય વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ગોલ્ડન સીતાફળ નું વાવેતર કરવામાં આવ્યું છે. ગત સીઝનમાં પ્રથમ વર્ષે જ 70,000 નું ઉત્પાદન મળ્યું હતું. ચાલુ સિઝનમાં 1લાખથી વધુનું ઉત્પાદન મળશે. એક સિઝનમાં એક લાખ રૂપિયા નો આ સો ટકા નફો મને મળશે કારણ કે આ બાગાયતી પાકમાં કોઈપણ પ્રકારનું દવા ખાતર કે અન્ય કોઈ નાખવામાં આવતું નથી અને ફક્ત ઉત્પાદન લેવામાં આવે છે તો સાથે જ આ એક વીઘામાં અન્ય ઘાસચારો વાવેતર કરવામાં આવે છે અને જે ગાયો માટે ઉપયોગ કરવામાં આવે છે સાથે જ હળદરનું પણ 10,000 જેટલું વેચાણ આંતર પાક તરીકે કરી અને લેવામાં આવે છે..

ભરતભાઈ વધુમાં જણાવ્યું કે પોતાની પાસે ગોલ્ડન વેરાઈટી સીતાફળની છે જે 400 gm થી 900 ગ્રામ સુધીનું એક ફળ થાય છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના ખેતરે આવી અને સીતાફળની ખરીદી કરે છે જ્યારે અન્ય વ્યક્તિઓ ઓનલાઇન અને ઓફલાઈનના મારફતે ઓર્ડર આપે છે અને જેને અમે કુરિયર કરી અને સીતાફળ પહોંચાડીએ છીએ 100 રૂપિયા એક કિલો નો ભાવ મળી રહે છે.

અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ચોવટીયા ને આત્મા પ્રોજેક્ટ દ્વારા બેસ્ટ ખેડૂતનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આજે અલગ અલગ પ્રાકૃતિક ખેતીમાં મગફળી તેમજ અન્ય વાવેતર કરવામાં આવે છે અને તેનું પણ સારું ઉત્પાદન લેવામાં આવે છે ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું અને વધુ મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande