પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના વડપણ હેઠળ સ્વચ્છતા હી સેવા 2025 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાકક્ષાએ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સારી કામગીરી કરનાર ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, ગામ પંચાયતને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, મહાનુભાવો અને કર્મચારીઓ સહભાગી થયા હતા. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં તા.17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya