પોરબંદર જિલ્લાના કપાસના ખેડૂતો માટે નોંધણી સમયમર્યાદા લંબાવવામાં આવી
પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર ખેડૂતો માટે પોતાનું નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂઆતમાં તા. 01.09.2025 થી તા. 30.09.2025 સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. જે નોંધણીની સમય મર્યાદા હવે તા. 31.10.2025સુધી લંબાવ
પોરબંદર જિલ્લાના કપાસના ખેડૂતો માટે નોંધણી સમયમર્યાદા લંબાવવામાં આવી


પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર ખેડૂતો માટે પોતાનું નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂઆતમાં તા. 01.09.2025 થી તા. 30.09.2025 સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. જે નોંધણીની સમય મર્યાદા હવે તા. 31.10.2025સુધી લંબાવવામાં આવી છે.

કપાસના ખેડૂતો નોંધણી સમયગાળાને લંબાવવાની બાબત નોંધે અને પોતાનું નામ કપાસ ખેડૂત મોબાઈલ એપ પર શક્ય તેટલું વહેલું નોંધાવે જેથી કપાસના ખેડૂતો કપાસને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ) ને ટેકાના ભાવ (MSP) હેઠળ વેચી શકે અને લાભકર્તા ખેડૂત લાભ મેળવી શકે છે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande