અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી. લાઠી તાલુકાના એક અરજદારનો મોબાઇલ ફોન ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસ ટીમે ટેક્નિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગના આધારે તપાસ શરૂ કરી અને ટૂંકા સમયમાં જ ગુમ થયેલો મોબાઇલ શોધી કાઢ્યો.
લાઠી પોલીસ દ્વારા મળી આવેલ મોબાઇલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સન્માનપૂર્વક મૂળ માલિકને પરત આપવામાં આવ્યો. અરજદારએ પોલીસની સતર્કતા અને પ્રામાણિક કાર્યપદ્ધતિની પ્રશંસા કરી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગુમ થયેલી વસ્તુઓને પાછી મેળવવા માટે ટેક્નોલોજીના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોનો વિશ્વાસ વધે અને ગુનાખોરીમાં ઘટાડો થાય. લાઠી પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai