પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના યુથબોર્ડ શાખા દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોરબંદર દ્વારા સંચાલિત દર વર્ષની જેમ ચાલુ વર્ષ – 2025-26 દરમિયાન પોરબંદર જીલ્લાના યુવાઓ માટે યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
જેમાં તાલુકાકક્ષાએ 15 થી 20 વર્ષના વયજૂથ 01/09/2005 થી 31/08/2010(વચ્ચે જન્મેલા) “અ”વિભાગ, 20 થી 29 વર્ષના વયજૂથ 01/09/1996 થી 31/08/2005 (વચ્ચે જન્મેલા) ”બ”વિભાગ, તેમજ 15 થી 29 વર્ષ વયજૂથ 01/09/1996થી 31/08/2010 (વચ્ચે જન્મેલા) ખુલ્લો વિભાગ
યુવા ઉત્સવમાં વસ્તુત્ય, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, હિંદુસ્તાની શાસ્ત્રીય કંક્ષ સંગીન, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ 9 સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઈ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે.
લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, કર્ણાટકી શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શીધ્ર વસ્તુત્વ સ્પર્ધા એમ 19 સ્પર્ધાઓ ખુલ્લા વિભાગમાં યોજાશે ખુલ્લા વિભાગમાં સીધી જિલ્લા કક્ષાએ સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે. કોઇપણ સ્પર્ધક માત્રને માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેની દરેક સ્પર્ધકે ખાસ નોંધ લેવી.
તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકથા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તાલુકા કન્વીનર પોરબંદર – એમ.આર.જાપડા 9724454404 , રાણાવાવ – કન્યાશાળા રાણા કંડોરણા , રાણાકંડોરણા - ખીમાણંદભાઈ સિસોદિયા – 9429513076 અને કુતિયાણા તાલુકામાં પુંજાપરા પ્રાથમિક શાળા, રાણા કંડોરણા. ઘેલુભાઈ કાંબલીયા 9879047220) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પોરબંદર ખાતેપહોચાડી આપવાના રહેશે. જેમાં પ્રથમ નંબરે વિજેતા થનાર કલાકાર જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
કાલાકાર/ સ્પર્ધકે તા: 15/10/2025 પહેલા પોતાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પોરબંદર,”ગાંધી સ્મૃતિ ભવન”કનકાઈ માતાના મંદિર પાસે,ચોપાટી રોડ,પોરબંદર ખાતે પહોચાડી આપવાની રહેશે. વધુ માહિતી માટે સંપર્ક: (1).કમલેશ જાખોત્રા –9904145406 , (2). મનીષ જાપડા – 9724454404નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya