નેત્રંગ યુવા સંગઠનના યુવાનોએ, રસ્તે રઝળતી ગાયોને રેડિયમ કોલર બાંધ્યા
રેડિયમ કોલરથી રસ્તા ઉપર બેઠેલી ગાયો તેમજ વાહનોનો અકસ્માત નહીં થાય નેત્રંગના 50 થી વધુ યુવાનો જોડાઈ સેવા પ્રવૃતિ સેવા હિ ધર્મ માટે ગઠબંધન તૈયાર કર્યું છે નેત્રંગ યુવા સંગઠનની બેઠક દર મહિનાના બીજા અને ચોથા શનિવારના રોજ યોજાય છે ભરૂચ 5 ઓક્ટોબર (હિ.
નેત્રંગ યુવા સંગઠનના યુવાનોએ રસ્તે રઝળતી ગાયોને રેડિયમ કોલર બાંધ્યા


નેત્રંગ યુવા સંગઠનના યુવાનોએ રસ્તે રઝળતી ગાયોને રેડિયમ કોલર બાંધ્યા


રેડિયમ કોલરથી રસ્તા ઉપર બેઠેલી ગાયો તેમજ વાહનોનો અકસ્માત નહીં થાય

નેત્રંગના 50 થી વધુ યુવાનો જોડાઈ સેવા પ્રવૃતિ સેવા હિ ધર્મ માટે ગઠબંધન તૈયાર કર્યું છે

નેત્રંગ યુવા સંગઠનની બેઠક દર મહિનાના બીજા અને ચોથા શનિવારના રોજ યોજાય છે

ભરૂચ 5 ઓક્ટોબર (હિ.સ.)

નેત્રંગ ખાતે તૈયાર થયેલ બિન રાજકીય અને માત્ર સેવા ધર્મનું એવું સંગઠન નેત્રંગ યુવા સંગઠનના યુવાનોએ રસ્તે રઝળતી ગાયો બેઠી હોય ત્યારે તેને કોઈ મોટું વાહન કે અન્ય કોઈનો અકસ્માત ના થાય તેમજ ગાયમાતા ઈજાગ્રસ્ત ના થાય તેવા આશયથી તેના ગળામાં રેડિયમ વાળા કોલર બાંધવાની પ્રવૃતિ કરવામાં આવી હતી.આ અગાવ આ સંગઠને બીમાર ઇજાગ્રસ્ત ગાયોની સારવાર કરી એક જીવદયાનું કાર્ય કર્યું હતું.આ સંગઠનમાં આશરે 50 જેટલા યુવાનો જોડાય ગયા છે અને દિવસેને દિવસે વધુમાં વધુ યુવાનો જોડાય ગામની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

નેત્રંગ યુવા સંગઠન એક બિન રાજકીય સંગઠન બન્યું છે. આ સંગઠન ફક્ત સેવા હેતુ થીજ બનાવામાં આવ્યું છે. નેત્રંગ ગામની એકતા અને અને સેવાકીય પ્રવૃતિ માટે આ ગ્રુપનું નિર્માણ ગામના યુવાના થકી તૈયાર કરવામાં આવ્યું છે. સંગઠન ફક્ત અને ફક્ત સેવા પ્રવૃતિ સેવા હિ ધર્મ માટે ગઠબંધન તૈયાર કર્યું છે . ગ્રુપ કોઈ પણ પાર્ટી કે રાજકીય સંગઠન સાથે સંકળાયેલ નથી.આવા સેવા પ્રવુતિ સાથે જોડવા નેત્રંગ યુવા સંગઠન સાથે જોડાવા માટે આપ નેત્રંગના યુવાનોને અપીલ કરવામાં આવે છે .નેત્રંગ યુવા સંગઠનની બેઠક દર મહિનાના બીજા અને ચોથા શનિવારના રોજ રાખવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande