કટકના 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં તણાવ, કર્ફ્યુ લાદવામાં આવ્યો, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
ભુવનેશ્વર, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). દુર્ગા પૂજા વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારા બાદ કટકમાં પરિસ્થિતિ તંગ છે. તેના જવાબમાં, કમિશનરેટ પોલીસે રવિવારે રાત્રે 10 વાગ્યે શહેરના 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો. આ વિસ્તારોમાં દરગા
કટક માં કર્ફ્યુ


ભુવનેશ્વર, નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). દુર્ગા પૂજા વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારા બાદ કટકમાં પરિસ્થિતિ તંગ છે. તેના જવાબમાં, કમિશનરેટ પોલીસે રવિવારે રાત્રે 10 વાગ્યે શહેરના 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો. આ વિસ્તારોમાં દરગાહ બજાર, મંગલબાગ, કેન્ટોનમેન્ટ, પુરી ઘાટ, લાલબાગ, બિદાનસી, મર્કતનગર, સીડીએ ફેઝ-2, ગુડ્સ શેડ, બદામબાડી જગતપુર, 42 મૌઝા અને સદર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

પોલીસ કમિશનર એસ. દેવદત્ત સિંહે જણાવ્યું હતું કે, પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કર્યા પછી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે શાંતિમાં ખલેલ પહોંચાડનારા અથવા કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, ઓડિશાના પોલીસ મહાનિર્દેશક વાય.બી. ખુરાનિયાએ, રવિવારે કટકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને નાગરિકોને સહયોગ માટે અપીલ કરી. તેમણે લોકોને પોલીસ વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રમાણિત માહિતી પર જ આધાર રાખવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ, ડીજીપીને કટકમાં કેમ્પ કરવાની સલાહ આપી છે.

દરમિયાન, ઓડિશા સરકારે કટકના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ગૃહ વિભાગે જણાવ્યું હતું કે વોટ્સએપ, ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ પર અફવાઓ, ભડકાઉ અને ભ્રામક સંદેશાઓ ફેલાવવાથી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે મોડી રાત્રે શહેરના દરગાહ બજાર વિસ્તારમાં દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. કટકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઋષિકેશ ખિલારી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande