નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) આજે એક અણધારી ઘટનામાં, ચીફ જસ્ટિસ
બી.આર. ગવઈ પર કંઈક ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચીફ જસ્ટિસના કોર્ટરૂમમાં કંઈક
ફેંકનાર વ્યક્તિ વકીલ છે. તેનું નામ રાકેશ કિશોર છે અને તે 71 વર્ષનો છે.
ભગવાન વિષ્ણુ અંગે, ચીફ જસ્ટિસ ગવઈના નિવેદનથી તે નારાજ થયા હતા.
જ્યારે તેણે ચીફ જસ્ટિસ પર કંઈક ફેંકવાનો પ્રયાસ કર્યો, ત્યારે
કોર્ટરૂમમાં હાજર દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે તેને પકડી લીધો. પોલીસ તેને
કોર્ટરૂમમાંથી લઈ જઈ રહી હતી, ત્યારે તેણે જોરથી બૂમ પાડી, ભારત સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં.
આ દરમિયાન, સમગ્ર ઘટના દરમિયાન જસ્ટિસ ગવઈ શાંત રહ્યા, અને કોર્ટની
સુનાવણી રાબેતા મુજબ ચાલુ રહી. તેમણે કહ્યું કે,” આ બાબતો મને અસર કરતી
નથી.
હિન્દુસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ