આઇઆઇટી રૂડકી ખાતે, ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિકલ એસોસિએશનની 12મી વૈજ્ઞાનિક સભાનું ઉદ્ઘાટન
હરિદ્વાર, નવી દિલ્હી,6 ઓક્ટોબર (હિ.સ.) ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદ વર્ધનએ સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) રૂડકી ખાતે ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિકલ એસોસિએશન (આઇએએચએસ) ની 12મી વૈજ્ઞાનિક સભાનું ઉદ્ઘાટન
જલવાયુ


હરિદ્વાર, નવી દિલ્હી,6 ઓક્ટોબર

(હિ.સ.) ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદ વર્ધનએ સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ

ટેકનોલોજી (આઇઆઇટી) રૂડકી ખાતે

ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિકલ એસોસિએશન (આઇએએચએસ) ની 12મી વૈજ્ઞાનિક

સભાનું ઉદ્ઘાટન કર્યું. 49 દેશોના 627 થી વધુ સહભાગીઓ

અને 682 વૈજ્ઞાનિકો આ

અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં હાઇડ્રોલોજિકલ

નવીનતાઓ અને જલવાયું પરિવર્તન પર ચર્ચા કરવામાં આવશે.

આ પ્રસંગે, ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદ વર્ધનએ હાઇડ્રોલોજિકલ સંશોધન

અને તેના સામાજિક ઉપયોગોને આગળ વધારવામાં વૈશ્વિક યોગદાન બદલ આઇઆઇટી રૂડકી અને આઇએએચએસની

પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે,” જલવાયુ પરિવર્તન સ્થિતિસ્થાપકતા, આપત્તિ જોખમ

ઘટાડા અને ટકાઉ વિકાસ માટે હાઇડ્રોલોજી મહત્વપૂર્ણ છે.”

ઉદ્ઘાટન સમારોહમાં આઇઆઇટી રૂડકીના ડિરેક્ટર

પ્રો. કે.કે. પંત, આઇએએચએસના પ્રમુખ

પ્રો. સાલ્વાતોર ગ્રિમાલ્ડી, આઇએનએસએના ઉપપ્રમુખ અને સીએસઆઈઆર-એનઈઆઈએસટીના

ડિરેક્ટર, ડૉ. વી.એમ.તિવારી,

આઈએએચએસ એસએ 2025ના પ્રમુખ પ્રો.

સુમિત સેન, અને કન્વીનર, પ્રો. અંકિત

અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આઇઆઇટી રૂડકીના ડિરેક્ટર

પ્રો. પંતે જણાવ્યું હતું કે,” આ વૈજ્ઞાનિક મેળાવડો નવીનતા, સહયોગ અને જ્ઞાન

વહેંચણી દ્વારા વૈશ્વિક જળ પડકારોનો સામનો કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે

છે. તે હાઇડ્રોલોજિકલ સંશોધન અને ટકાઉ જળ વ્યવસ્થાપનમાં ભારતની અગ્રણી ભૂમિકાને

મજબૂત બનાવે છે.”

તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે, આ છ દિવસીય મેળાવડો નવા વિચારો, લાંબા ગાળાની

ભાગીદારી અને પરિવર્તનશીલ નવીનતાઓને પ્રેરણા આપશે જે જળ વિજ્ઞાન અને સમાજ બંનેમાં

અર્થપૂર્ણ યોગદાન આપશે.

નોંધનીય છે કે, વૈજ્ઞાનિક પરિષદમાં આખા અઠવાડિયા દરમિયાન 49 દેશોના 627 થી વધુ સહભાગીઓ

અને 682 વૈજ્ઞાનિકો ભાગ

લેશે, જે પાણીની સ્થિરતા

અને જલવાયુ અનુકૂલનને આગળ વધારવા માટે વ્યાપક ચર્ચાઓ, વર્કશોપ અને

નેટવર્કિંગ દ્વારા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande