સોનમ વાંગચુકની મુક્તિ અરજી પર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને લદ્દાખ પ્રશાસનને નોટિસ ફટકારી
નવી દિલ્હી, ૦6 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં બંધ, સોનમ વાંગચુકની મુક્તિ માંગતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકાર, લદ્દાખ પ્રશાસન અને રાજસ્થાન સરક
લડાખ


નવી દિલ્હી, ૦6 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં બંધ,

સોનમ વાંગચુકની મુક્તિ માંગતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ

અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકાર, લદ્દાખ પ્રશાસન અને રાજસ્થાન સરકારને નોટિસ

ફટકારી છે. આ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. એંગ્મોએ, તેમના પતિની

ધરપકડને પડકારતી અરજી દાખલ કરી છે. ગીતાંજલિએ તેમની મુક્તિની માંગ કરી છે.

ગીતાંજલિએ અરજીમાં જણાવ્યું છે કે,”સોનમ વાંગચુકની ધરપકડના એક અઠવાડિયા પછી પણ

તેમને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી નથી.”

સુનાવણી દરમિયાન, ગીતાંજલિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે

જણાવ્યું હતું કે,” અટકાયત ખોટી હતી અને તેઓ તેનો વિરોધ કરે છે.” કેન્દ્ર સરકારનું

પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે,” સોનમ વાંગચુકની

ધરપકડના કારણોની નકલ પૂરી પાડવામાં આવી છે.”

સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરના રોજ, ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.

સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ

કરી રહી હતી. લદ્દાખમાં હિંસા દરમિયાન ગોળીબારમાં, ચાર લોકોના મોત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/સંજય

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande