મદ્રેસા સ્કૂલ ખાતે ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) વિ.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ સ્કૂલમાં ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ નાઅત શરીફ, મનકબત, તકરીરનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ
મદ્રેસા સ્કૂલ ખાતે ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમ યોજાયો.


મદ્રેસા સ્કૂલ ખાતે ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમ યોજાયો.


મદ્રેસા સ્કૂલ ખાતે ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) વિ.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ સ્કૂલમાં ગૌષે આઝમની બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ નાઅત શરીફ, મનકબત, તકરીરનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં હાફિઝ કારી મોઅઝઝમ અને મોલાના હાફિઝ ઉસ્માનગની કાદરી સાહેબ (ખતીબ ઈમામ ખારી મસ્જિદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, વિદ્યાર્થીઓને તેમની અનોખી શૈલીમાં ઉદબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું.જજ તરીકે મોલાના હાફિઝ ઉસ્માનગની કાદરી, પોરબંદરના મોલાના મુહમ્મદ રઝા, મશહૂર નાઅતખવા આબીદરઝા સુલતાની, એ તેમની સેવા આપી હતી. આ કાર્યક્રમ નું સંચાલન મોલાના હામિદ્દરઝા તુર્ક એ કર્યું હતું. નાતખ્વા જનાબ હુસેન શેરવાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમ બોયઝ સ્કૂલ માં નાતશરીફમાં પ્રથમ ક્રમાંકે ચના અહસન અશફાક ધો. 6, બીજા નંબરે સૈયદ કોનૈન અમીન ધો. 6 તેમજ ત્રીજા નંબરે શેઠા જુનૈદ નાસીર ધો. 9 વિજેતા બન્યા હતા તેમજ ઈંગ્લીશ મિડીયમમાં નાત શરીફમાં પ્રથમ માંઢાઈ મહમદહસન નૂરમોહંમદ ધો. 7, બીજા નંબરે બેલીમ મહમદઅતિક હનીફ ધો. 6 તેમજ ત્રીજા નંબરે મન્સૂરી મુસ્તફા આહમદ ધો. 2 વિજેતા રહ્યા હતા. આ ઉપરાંત તકરીરમાં મુન્શી મહમદ અમીન અહેમદ ધો. 9 એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમજ ગર્લ્સ સ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમ ગર્લ્સ માં નાતશરીફમાં પ્રથમ પાલખીવાલા મેહફુઝા રફીક ધો. 11, પ્રથમ નંબરે હિંગોરજા ઈશરત નાસીર ધો.12, બીજા નંબરે બાબી ઉમ્મુલખૈર આસીફ ધો. 9 જયારે ઈંગ્લીશ મિડીયમ ગર્લ્સમાં નાત શરીફમાં પ્રથમ હાલાઈ અકદસ ઈલ્યાસ ધો. 8, બીજા નંબરે ઘુમરા ખદીજા મો.અકીલ ધો.9 તેમજ ત્રીજા નંબરે કાદરી અલીઝાફાતેમા આબીદ ધો.9 વિજેતા બન્યા હતા. તેમજ તકરીર માં (ગુજરાતી મીડીયમ) પ્રથમ નંબરે બાદલાણી સના નઝીર ધો. 10, બીજા નંબરે બુખારી આમેના ઈરફાન ધો. 6 અને તકરીર માં (ઈંગ્લીશ મીડીયમ)માં પ્રથમ નંબરે ગોડીલ હુમેરા યાહ્યા ધો. 9 તથા બીજા નંબરે ઘુમરા અતુફાફાતીમા રીફાકત ધો. 9 વિજેતા બન્યા હતા. વિ.જે.મદ્રેસાના ઓન.સેક્રેટરી ફારૂક સૂર્યા, પ્રિન્સિપાલ ઇસ્માઈલ મુલતાની, સહિત સ્ટાફે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી મુબારકબાદી પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande