જૂનાગઢમાં આવતીકાલે તા.૦૮ ઓક્ટોબરના, યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ૨૦૨૫ યોજાશે
જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસન પગલાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા અનેકવિ
જૂનાગઢમાં આવતીકાલે તા.૦૮ ઓક્ટોબરના, યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ૨૦૨૫ યોજાશે


જૂનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસન પગલાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

આવતીકાલે તા.૦૮ ઓક્ટોબરના રોજ જૂનાગઢમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ૨૦૨૫ યોજાશે. જે અન્વયે કારમેલ કોન્વેન્ટ સ્કુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે બપોરના ૧૨:૦૦ કલાકથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત ઉપસ્થિત રહેશે. તેમજ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, તમામ ધારાસભ્યઓ સહિતના વિવિધ પદાધિકારીગણ, અધિકારીગણ, જન સામાન્ય હાજર રહેશે. આ તકે જૂનાગઢની જાહેર જનતાને ઉક્ત કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મેળવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande