શરદપૂર્ણિમા મહામહોત્સવને લઇ શક્તિપીઠ અંબાજીમાં આજથી ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો
અંબાજી, 06 ઓકટોબર (હિ.સ.) શરદપૂર્ણિમા મહામહોત્સવને લઇ શક્તિપીઠ અંબાજીમાં આજથી ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજસ્થાન ના જીથડા ફુલાજી પીઠાધીશ જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી વિશ્વ કલ્યાણ અર્થે આજ
AMBAJI MA SHARAD MAHOTSAV


અંબાજી, 06 ઓકટોબર (હિ.સ.) શરદપૂર્ણિમા મહામહોત્સવને લઇ શક્તિપીઠ અંબાજીમાં આજથી ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજસ્થાન ના જીથડા ફુલાજી પીઠાધીશ જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી વિશ્વ કલ્યાણ અર્થે આજના આ મહાયજ્ઞ મહોત્સવનું પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત અન્ય મહામંડેલશ્વર સાધુ સંતોનો પણ સન્માન કરવામાં આવ્યું હતું જોકે ગત મોડી રાત્રે અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદ આ 108 કુંડી મહાયજ્ઞમાં વિઘ્ન બનતા હવનકુંડીઓની આસપાસ પાણી ભરાતા આજે 11 કુંડી હોમાત્મક હવનની શરૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને અંબાજી દાંતા પંથકમાં વસતા આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાર પ્રવૃત્તિને રોકવા સાથે સનાતન ધર્મને ઉજાગર કરવા આ મહાયજ્ઞ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જયારે જગતગુરુ વાસુદેવાચાર્યજી એ જણાવ્યું હતું કે આ વિસ્તારનો આદિવાસી પણ હિન્દૂની ચાર વર્ણનો એક ભાગ છે અને સનાતન ધર્મની પરમ્પરાને કોઈ તોડી શકશે નહિ

તેમ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ (કુબાજી પીઠાધીશ,જીથડા)રાજસ્થાન એ જણાવ્યું હતું જોકે હાલ તબક્કે રાજ્ય સરકારમાં મંત્રીગણ ના વિસ્તૃતિ કરણની કામગીરીની આજના કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓની અનુપસ્થિતિ જોવા મળી હતી સૌરાષ્ટના ગિરનાર પર્વત ઉપર ગોરખનાથજીની પ્રતિમાની તોડફોડ કરી મૂર્તિને જંગલમાં ફેંકી દેવા બાબતની જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજે આજે અંબાજીની મુલાકાત દરમિયાન શક્ત શબ્દોમાં વખોડ્યો હતો અને આ હીન કૃત કરનારા સામે આકરા પગલાં લેવા માંગ કરાઈ હતી સાથે આ બાબતે અનેક સાધુસંતોની જે લાગણીની ઠેસ પહોંચાડી છે તે બાબતે પણ પોતે નકર પગલાં લેવા જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ (કુબાજી પીઠાધીશ,જીથડા) રાજસ્થાનએ જણાવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande