- વિલેજ એક્શન પ્લાન અને વિલેજ વિઝન 2030 અંતર્ગત ગ્રામ્ય સ્તરે કામગીરી થાય તે માટે આદિસેવા કેન્દ્રનું ઈનોગ્રેશન અને ગેપ એનાલીસીસ હાથ ધરાઈ
વડોદરા, 6 ઓકટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારના આદિજાતિ જનજાતીય કાર્ય મંત્રાલય અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આદિજાતિના લોકોના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી આદિકર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં 8 તાલુકાઓના 55 ગામોમાં અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આદિકર્મયોગી અભિયાન અંતર્ગત ગ્રામ્ય સ્તરે કામગીરી થાય તેમ માટે આદિસેવા કેન્દ્રનું ઈનોગ્રેશન અને ગેપ એનાલીસીસ કરવામાં આવ્યું છે. જેમાં વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબ તૈયાર થઈ રહી છે.
જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આદિસેવા કેન્દ્રો દ્વારા આદિવાસી સમુદાયને સરકારી યોજનાઓ અને સહાય માટેનું મુખ્ય હબ તરીકે ઊભું કરવામાં આવી રહ્યું છે. આ સાથે ટ્રાઝેક્ટ વોક હેઠળ અધિકારીઓ દ્વારા ગામના ફળિયા, રસ્તાઓ અને જાહેર સ્થળોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી રહી છે.
વિલેજ એક્શન પ્લાન અને વિલેજ વિઝન 2030 વિઝન મિશન બનાવવાં માટે ગેપ એનાલીસીસના આધારે, ગ્રામ્ય કક્ષાએ ખૂટતી સુવિધાઓ તૈયાર કરીને વિલેજ એક્શન પ્લાન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે, ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ અને વડીલો સાથે સામૂહિક ચર્ચા કરીને તેમની વાસ્તવિક સમસ્યાઓ અને ખૂટતી સુવિધાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં, જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિભાગી દ્વારા વિલેજ વિઝન
અંતર્ગત 2030નું વિઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિઝન ડોક્યુમેન્ટ આગામી દસકા માટે આદિવાસી ગામોને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાની દિશા નિર્ધારિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ