રાજપીપલા, 6 ઓકટોબર (હિ.સ.): નર્મદા તથા ગાંધીનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાયું હતું.
આ સેમિનારમાં શાળાઓના મુખ્યશિક્ષકો અને વહીવટી કર્મચારીઓને શૈક્ષણિક દસ્તાવેજી પ્રક્રિયા, શાળા વહીવટ, નાણાકીય વ્યવસ્થાપન તેમજ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું.
ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ ડૉ. મિતેષ મોદીએ શાળા સ્તરે વહીવટી પારદર્શિતા અને સમયસર કામગીરી માટે તાલીમ ખુબ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
અધિવેશનમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણ પટેલ તથા ગાંધીનગર જિલ્લા
શિક્ષણાધિકારી ડૉ. ભગવાન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ અધિવેશનમાં નર્મદા તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સ્ટાફ સભ્યો,
મહામંડળના હોદ્દેદારો તથા અન્ય જિલ્લાઓના પ્રમુખ-મંત્રી અને હોદ્દેદારઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ