જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર- પશુ પાલન શાખા, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨ (હરતું-ફરતુ પશુ દવાખાનું) જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. જિલ્લા પંચાયત જામનગર પશુપાલન શાખા દ્વારા શેખપાટ અને ખારાવેઢા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પશુઓને વિનામૂલ્યે સારવાર તેમજ કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt