પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર વન વિભાગ હેઠળ આવેલ બરડા અભયારણ્ય ખાતે આવેલ બરડા જંગલ સફારીને તારીખ 07 ઑક્ટોબર 2025થી પ્રવાસન માટે ખુલ્લી મુકવામાં આવશે.
પ્રવાસીઓ હવે પ્રાકૃતિક સૌંદર્ય, વિવિધ જાતિના વન્યજીવ અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનો આનંદ માણી શકશે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બરડા જંગલ સફારી માટેની પરમીટ બુકિંગ કપૂરડી ચેક પોસ્ટ ખાતે રૂબરૂ જઈ કરી શકાશે અથવા (02896) 232840નંબર પર ફોન કરીને એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya