અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.): ચલાલા પોલીસ દ્વારા “Eagle Eye Project-2” અભિયાન અંતર્ગત નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ પોલીસ દ્વારા ગ્રામજનોને CCTV કેમેરા લગાવવાના ફાયદા અને તેમની સુરક્ષા માટે તેના મહત્વ વિશે સમજણ આપવામાં આવી છે.
ચલાલા પોલીસ સ્ટેશનની ટીમે નાગરિકોને આબ્બુસુબ્બુ રીતે સમજાવ્યું કે કેમેરા લગાવવાથી ગુનાઓ અને અનિયમિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે અને પ્રજાની સુરક્ષા વધારે મજબૂત બને છે. આ અભિયાન અંતર્ગત ચલાલાના ધારગણી ગામના સરપંચના નેતૃત્વમાં કુલ 50 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. ગામમાં આ પગલાથી સુરક્ષામાં વધારો થયો છે અને નાગરિકોમાં આ પ્રયાસને લઇને મોટી રાહત અને સહકાર જોવા મળ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “Eagle Eye Project-2” ન માત્ર ગુનાઓ નિવારવામાં સહાયરૂપ છે, પરંતુ ગામ-શહેરોમાં નાગરિક સુરક્ષા અને પોલીસ સાથે સહયોગ મજબૂત બનાવે છે. આવી પહેલ ભવિષ્યમાં વધુ વિસ્તૃત કરવાની યોજના પણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai