બરડા પંથકના ખેડૂતોના વીજ પ્રશ્ન અંગે લેવાયો નિર્ણય
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના બરડા વિસ્તારમાં વાડીઓમાં રહેતા ખેડુતોને સતત વિના વિઘ્ને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆત સંદર્ભે રાજ્ય સરકારે બરડા વિસ્તારના 11 કે.વી લાઈનના 17 ફીકરોના 890 કી.મી લંબાઈના એલ
બરડા પંથકના ખેડૂતોના વીજ પ્રશ્ન અંગે લેવાયો નિર્ણય.


બરડા પંથકના ખેડૂતોના વીજ પ્રશ્ન અંગે લેવાયો નિર્ણય.


બરડા પંથકના ખેડૂતોના વીજ પ્રશ્ન અંગે લેવાયો નિર્ણય.


બરડા પંથકના ખેડૂતોના વીજ પ્રશ્ન અંગે લેવાયો નિર્ણય.


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના બરડા વિસ્તારમાં વાડીઓમાં રહેતા ખેડુતોને સતત વિના વિઘ્ને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆત સંદર્ભે રાજ્ય સરકારે બરડા વિસ્તારના 11 કે.વી લાઈનના 17 ફીકરોના 890 કી.મી લંબાઈના એલ્યુમીનીયમ કેબલની જગ્યાએ એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાવવાના કામને રૂ.90 કરોડના ખર્ચે મંજુરી આપી છે. વધુ વિગતો આપતાં પોરબંદરના ધારાસભ્ય મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના બરડા વિસ્તાર દરિયાકિનારે આવેલો છે. આ વિસ્તારમાં ખેડુતો મોટેભાગે વાડી વિસ્તારમાં નિવાસ કરે છે.

દરિયાની ખારાશને કારણે એલ્યુમસનીયમ ફીડરો વારંવાર ખવાઈ જતાં ખાસ કરીને જયારે ખેતીવાડીનો વધારે લોડ હોય ત્યારે વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપો સર્જાય છે. કાયમી સમસ્યા નિવારવા માટે તબકકાવાર એલ્યુમીનીયમ કંડકટર વાયરો બદલીને તેની ઝગયાએ એમ.વી.સી.સી કોટે કેબલ લગાડવા માટે માન. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી હતી. પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ પણ પી.જી.વી.સી.એલ ના અધિકારીઓને પોરબંદર ખાતે બોલાવીને સુચના આપી હતી.

આ સંદર્ભે ખાસ કિસ્સામાં નિર્ણય લઈને બરડા વિસ્તારના 11 કે.વી ના બગવદર અને મજીવાણા સબ દીવીઝનના 7 ફીડરો, કોસ્ટલ સબ ડીવીઝનના 10 ફીડર સહિત 17 ફીડરના 890 કી.મી લંબાઈના એલ્યુમીનીયમ વીજ વાયરો બદલીને એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાડવામાં આવશે. આ કોટેડ કેબલ થી વારંવાર ફોલ્ટ નિવારી શકાશે. અને વિન વિઘ્ને સતત વીજ પુરવઠો મળતો રહેશે. અગાઉ પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની જયોતી ગ્રામ યોજનામાં એલ્યુમીનીયમ ફીડરો બદલીને એમ.વી.સી.સી કોટેડ કેબલ રૂ.90 કરોડના ખર્ચે બદલવામાં આવતા જયોતિ ગ્રામ યોજના હેઠળના 19 ગામના ગ્રાહકોને વીજ પુરવઠાની ગુણવતામાં ખુબજ મોટો સુધારો થયો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને રાતના સમયે પણ વીજ પુરવઠો અપાતો હતો તેના કારણે ખેડુતોને રાત્રે અંધારામાં ઉજાગરા કરીને પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ ભુપેન્દ્ર પટેલની ભાજપ સરકારે દિવસના ભાગે 8 થી 10 કલાક વીજ પુરવઠો આપીને ખેડુતોની મોટી તકલીફ દુર કરી હતી. હવે દરિયાકિનારાના બરડા વિસ્તારમાં એલ્યુમીનીયમ વીજ વાયરોની જગ્યાએ એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાવતાં વીજ પુરવઠાની ગુણવતામાં મોટો સુધારો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande