જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ 2025ની બેઠક
- નર્મદા જિલ્લામાં 7 ઓક્ટોબર થી 15ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણીનું આયોજન રાજપીપલા, 6 ઓકટોબર (હિ.સ.) ગુજરાતે વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સ
જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ 2025ની બેઠક


- નર્મદા જિલ્લામાં 7 ઓક્ટોબર થી 15ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણીનું આયોજન

રાજપીપલા, 6 ઓકટોબર (હિ.સ.) ગુજરાતે વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે અને નિર્ધારિત ગામે ગામ વિકાસ રથ ફરશે. તેમાં વિકાસની ફિલ્મ અને પ્રસાર-સાહિત્ય યોજનાકીય સમજ અપાશે.

આ ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ

2025ની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠમાં કલેકટરએ જણાવ્યું હતું કે 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ 27 ગામોમાં

વિકાસ રથ ફરશે, જેનાથી છેવાડાના લોકોને વિવિધ યોજનાકીય લાભો તથા “સ્વચ્છતા હી સેવા” જેવાલોકજાગૃતિ સંદેશા પહોંચાડવામાં આવશે. કલેકટરએ સંબંધિત વિભાગોને સોંપાયેલ કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી આપને આ જિલ્લામાં લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ઉત્તમ કામગીરી કરીને સેવાનો ભાવ પ્રગટ કરીએ.

નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ દ્વારા વિકાસ સપ્તાહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની વિગતવાર કાર્ય યોજના રજૂ કરી હતી. જેમાં 7 ઓક્ટોબરે શિક્ષણને અનુલક્ષીને ક્વિઝ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા સેમીનાર જેવા કાર્યક્રમો યોજાશે. 8 ઓક્ટોબરે જિલ્લા રોજગાર વિભાગ દ્વારા રોજગાર સંબંધિત કાર્યક્રમો યોજાશે. 9-10 ઓક્ટોબરે પ્રોગ્રામ ઑફિસર દ્વારા બાળ વિકાસ યોજના અંગેના કાર્યક્રમો યોજાશે. 11 ઓક્ટોબરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા માહિતી વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે પ્રચાર-પ્રસાર કાર્યક્રમો યોજાશે. 13-14 ઓક્ટોબરે રાજપીપલા નગરપાલિકા દ્વારા જાહેર દિવાલો પર ભીંતચિત્રો દ્વારા ઉજવણી કરશે. 15 ઓક્ટોબરે જિલ્લા કક્ષાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande