પોરબંદરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ–ગાંધીન
પોરબંદરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ–ગાંધીનગરના સંયુક્ત આયોજનથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત તા. 07/10/2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે માણેક ચોકથી ગાંધી સ્મૃતિ ભવન સુધી પદયાત્રા યોજાશે. પદયાત્રા બાદ સાંજે 6:00 વાગ્યે ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી રોડ, પોરબંદર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande