નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદક એલી લિલી અને કંપની આગામી
થોડા વર્ષોમાં ભારતમાં 1 અરબ ડોલરનું
રોકાણ કરવાની યોજના ધરાવે છે જેથી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર કરી શકાય, જેથી ભારતમાં
કંપનીની સપ્લાય ચેઇન ક્ષમતાઓમાં વધારો થાય.
કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” તે ભારતમાં
નવી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ અને હૈદરાબાદમાં મેન્યુફેક્ચરિંગ અને
ગુણવત્તા કેન્દ્ર સ્થાપિત કરવા માટે આગામી થોડા વર્ષોમાં 1 અરબ ડોલરથી
વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ વ્યૂહાત્મક રોકાણ કંપનીની ઉત્પાદન અને
પુરવઠા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, જે તેના વિકસતા સેગમેન્ટને ટેકો આપશે.”
એલી લિલી ઇન્ટરનેશનલના પ્રમુખ પેટ્રિક જોન્સને જણાવ્યું
હતું કે, અમે વિશ્વભરમાં
ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ સપ્લાય ક્ષમતાઓને, વિસ્તૃત કરવા માટે નોંધપાત્ર રોકાણ
કરી રહ્યા છીએ.
કંપનીના જણાવ્યા અનુસાર,”હૈદરાબાદ હબ દેશભરમાં કંપનીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ
નેટવર્ક માટે, તકનીકી દેખરેખ પૂરી પાડશે. નવી સુવિધાઓ માટે ભરતી તાત્કાલિક શરૂ
થવાની અપેક્ષા છે.જેમાં એન્જિનિયરિંગ, રસાયણશાસ્ત્ર, વિશ્લેષણાત્મક વિજ્ઞાન, ગુણવત્તા નિયંત્રણ અને ખાતરી અને મેનેજમેન્ટ ભૂમિકાઓમાં
સ્થાનો આવરી લેવામાં આવશે.”
કંપનીએ ડાયાબિટીસ, સ્થૂળતા, અલ્ઝાઇમર રોગ, કેન્સર, સ્વયંપ્રતિરક્ષા સ્થિતિઓ અને અન્ય સારવારો માટે દવાઓને ટેકો
આપવા માટે ઉત્પાદન સુવિધાઓના નિર્માણ, વિસ્તરણ અને હસ્તગત કરવામાં 2020 થી વૈશ્વિક સ્તરે 55 અરબ ડોલરથી
વધુનું રોકાણ કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ