ટાંકીયા ગામમાં પાંચ શખ્સોનો યુવક પર લાકડીઓથી હુમલો, માતા-પિતાને પણ માર મારી ભાગી ગયા
મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા તાલુકાના ટાંકીયા ગામમાં લાકડીઓથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. નવી પંચાયત પાસે પોતાના મકાનની બહાર ઉભેલા મૌલિક વિજયસિંહ ચૌહાણ પર પાંચ શખ્સોએ મળીને હુમલો કર્યો હતો. હિંસક હુમલામાં યુવકને બચાવવા જતા તેના માતા હેતલ
ટાંકીયા ગામમાં પાંચ શખ્સોનો યુવક પર લાકડીઓથી હુમલો, માતા-પિતાને પણ માર મારી ભાગી ગયા


મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા તાલુકાના ટાંકીયા ગામમાં લાકડીઓથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. નવી પંચાયત પાસે પોતાના મકાનની બહાર ઉભેલા મૌલિક વિજયસિંહ ચૌહાણ પર પાંચ શખ્સોએ મળીને હુમલો કર્યો હતો. હિંસક હુમલામાં યુવકને બચાવવા જતા તેના માતા હેતલબેન અને પિતા વિજયસિંહ પર પણ લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો.માહિતી મુજબ, હુમલો ધર્મેન્દ્ર ઉર્ફે ચાઇના અજીતસિંહ ડાભી સહિતના શખ્સોએ કર્યો હતો. સફેદ રંગની ગાડીમાં આવેલ આ પાંચ જણાએ અચાનક મૌલિક પર લાકડીઓથી પ્રહાર કર્યો હતો. તે સમયે તેની માતા અને પિતા વચ્ચે પડતાં તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાની ઘટનામાં મૌલિકનો મોબાઇલ તૂટી ગયો હતો તેમજ હેતલબેન સાથે ગેરવર્તન કરી ધમકીઓ આપતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ઇજા પામેલ મૌલિક, હેતલબેન અને વિજયસિંહને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ચૌહાણ વિજયસિંહ સતુજીએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ડાંગરવાના ધર્મેન્દ્ર ઉર્ફે ચાઇના અજીતસિંહ ડાભી, અંકિત ભરતસિંહ ડાભી, નાગપાલ ઉર્ફે ચકો ભોલાજી ડાભી, સની અજયસિંહ ડાભી અને રાજપુરના સરફરાજ ઉર્ફે કાળો ડાભી સામે ગુનો નોંધાયો છે.પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ જૂની દુશ્મનીને કારણે આ હુમલો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નંદાસણ પોલીસે આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande