નાસતો ફરતો આરોપી એક વર્ષ બાદ ઝડપાયો: મહેસાણા પેરોલ ફ્લો ટીમની કાર્યવાહી
મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર રહેલો આરોપી આખરે પોલીસના જાળમાં સપડાયો છે. ઝાલા છનુંભા નામનો આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.પેરોલ ફ્લો ટીમને મ
નાસતો ફરતો આરોપી એક વર્ષ બાદ ઝડપાયો: મહેસાણા પેરોલ ફ્લો ટીમની કાર્યવાહી


મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર રહેલો આરોપી આખરે પોલીસના જાળમાં સપડાયો છે. ઝાલા છનુંભા નામનો આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.પેરોલ ફ્લો ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે મહેસાણા શહેરના મારુતિ શો રૂમ પાસે ચેકિંગ દરમિયાન તેને ઝડપી લીધો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જણાયું કે આરોપી સામે દારૂની હેરાફેરી તથા સંબંધિત પ્રોહીબીશન ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે અદાલતી કાર્યવાહીથી બચવા માટે ફરાર હતો.પોલીસે આરોપીને કસ્ટડીમાં લઇ આગળની તપાસ હાથ ધરી છે. સાંથલ પોલીસ દ્વારા આ કેસની વધુ માહિતી મેળવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ફરાર આરોપીઓ સામે સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે અને કાયદા ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande