કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમિક્ષા બેઠક યોજાઈ
સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. આ દિશામાં કાર્ય વેગવંતુ બનાવવા માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
પ્રાકૃતિક ખેતીની સમિક્ષા બેઠક


સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. આ દિશામાં કાર્ય વેગવંતુ બનાવવા માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે ખેડૂતોને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મળે તેમજ જિલ્લાના ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ દિશામાં કાર્ય વેગવંતુ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં આગામી રવિ સિઝનમાં થનાર પાકોમાં વધુમાં વધુ ખેડૂતો દ્વારા પાયાના ખાતર તરીકે ઘનજીવામૃતનો ઉપયોગ કરે તેમજ પૂર્તિ ખાતર તરીકે જીવામૃતનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ખેડૂતોને જાગૃત કરવા અંગે કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આત્મા વિભાગ દ્વારા કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા સહિત ગીરસોમનાથ જિલ્લાના તાલુકાઓમાં વિવિધ તાલીમના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને જાણકારી આપી માહિતગાર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથમાં પ્રાકૃતિક ખેતી કરતા ઘણાં ખેડૂતોએ સાબિત કર્યું છે કે, પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળીને જો યોગ્ય આયોજન અને આધુનિકતા અપનાવવામાં આવે, તો પ્રાકૃતિક ખેતી પણ એક અત્યંત નફાકારક વ્યવસાય બની શકે છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande