ટી.બી. મુક્ત ગીર સોમનાથ” વેરાવળ, કોડીનાર તાલુકામાં શ્રમિકો અને રિક્ષા ચાલકોની ટી.બી. તપાસ કરી જાગૃત કરાયાં
સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ ''ટી.બી. મુક્ત ભારત અભિયાન'' અંતર્ગત દેશભરમાંથી ક્ષયના દર્દીઓને ઓળખી તેમને પૂરતું પોષણ આપવા સાથે જરૂરી દવાઓ સાથે લોકોમાં ટી.બી. અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ટી.બી. અંગેના જાગૃત અભિયા
ટી.બી. મુક્ત ગીર સોમનાથ


સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ 'ટી.બી. મુક્ત ભારત અભિયાન' અંતર્ગત દેશભરમાંથી ક્ષયના દર્દીઓને ઓળખી તેમને પૂરતું પોષણ આપવા સાથે જરૂરી દવાઓ સાથે લોકોમાં ટી.બી. અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ટી.બી. અંગેના જાગૃત અભિયાન અંતર્ગત વેરાવળ અને કોડીનાર તાલુકાની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ક્ષય અધિકારી અને સ્ટાફ દ્વારા મુલાકાત લઇ ટી.બી. અંગે માર્ગદર્શન આપી તમામની તપાસ કરી ટી.બી.નાબુદીના સંદેશા સાથે શ્રમિકોને ટીશર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રિક્ષા ચાલકોને પણ ટી.બી.જાગૃતિ અંગેના ટીશર્ટ અને ટોપી વિતરણ કરી ટી.બી. અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વેરાવળ તથા કોડીનાર તાલુકા ખાતે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તથા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઈ આવનારા રિક્ષાચાલકો તથા શ્રમિકોને ટી.બી. વિશે સમજણ આપી ટી.બી. જાગૃતિના ટીશર્ટ તથા ટોપી વિતરણ કરવામાં આવી હતી. જેથી તેમને ટી.બીના રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર થાય.

તમામ શ્રમિકોની ટી.બી. અંગે તપાસ કરી જિલ્લા ક્ષય અધિકારી અને ફેફસાના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલના કન્સ્ટ્રકશન સાઇટ પર શ્રમિકો તથા રિક્ષાચાલકોને ટી.બી. વિશે સમજણ આપી તથા વ્યસન મુક્તિ, પોષણયુક્ત આહાર, ટી.બી.થી ભેદભાવો ન થવા અંગે તથા ટી.બી. દર્દીને સાજા થવામાં મદદરૂપ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે જ ટી.બી. નિર્મૂલન વિશે શપથ લેવડાવી ‘ટી.બી. હારેગા, ભારત જીતેગા, ગીર સોમનાથ જીતેગા’નો સંદેશો આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande