સોમનાથ, 6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ દ્વારા જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરી, આરોગ્યને ખુબજ ગંભીર પ્રકારે નુકશાન કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસાર
એન.એ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર.એસ.ઓ.જી. ગીરસોમનાથના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી સ્ટાફના ગોપાલસિંહ મોરી પો.હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ રીતેના 5 ઓકટોબરના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી આધારે કોડીનાર વિસ્તારના રાજપુત ચોક પાસે આવેલ અલ અકસા ડેરી ફાર્મ નામની દુકાનમાં સિનીયર ફુડ સેફટી ઓફીસરશહ, ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગીરસોમનથ નાઓને સાથે રાખી તપાસ કરતા વાળુ 30 -કીલો મિલાવટ લુઝ ઘી નું ફુડ લાઇસન્સ વગર મહમદ ઇમરોઝ યુનુસભાઇ નાથાણી, ઉવ.૩૫, રહે. બેલીમ શેરી કોડીનાર જી.ગીસોમનાથ વાળો વેચાણ કરતો મળી આવેલ હોય જેથી જરૂરી નુમનાઓ લઇ દુકાન માલીક વિરૂધ્ધ બનાવટી, ભેળસેળ યુક્ત ઘી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ