જામનગર : કાલાવડ તાલુકાના મોટા વડાળામાં નશો કરી દુકાન આવવાની ના પાડતાં દુકાનદાર યુવક પર છરી વડે હુમલો
જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નશો કરીને દુકાને આવવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મોટા વડાળા ગામમાં રહેતા સબીર સત્તારભાઈ મુલતાની નામના યુવાન
હુમલો પ્રતીકાત્મક તસવીર


જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નશો કરીને દુકાને આવવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મોટા વડાળા ગામમાં રહેતા સબીર સત્તારભાઈ મુલતાની નામના યુવાન દસ-બાર દિવસ પહેલા ગામમાં આવેલી દુલ્હન નોવેલ્ટી નામની કટલેરીની દુકાને બેઠા હતા. ત્યારે આરોપી નશાની હાલતમાં આવતા યુવાને કહેલ કે, તારે મારી દુકાને નશો કરીને આવવુ નહીં. જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપી સાહિલ ગફારભાઈ મુલતાની છરી સાથે યુવાનને દુકાને ધસી આવ્યો હતો અને યુવાન અને તેમના મિત્ર આદિલ મુલતાની વગરે મોબાઈલમાં ગેમ રમતા હતા. ત્યારે શખ્સે પાછળથી છરી વડે હુમલો કરીને યુવાનને પીઠના ડાબી બાજુ તેમજ હાથની કોણીથી ઉપરના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવાનના ભાઈ શકીલ સત્તારભાઈ મુલતાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા આઠ-દસ દિવસથી ચાલતી માથાકૂટમાં અંતે છરીઓ ઉડી હતી. જે ઘટનાથી નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande