ગીર સોમનાથ, ૬ ઓક્ટોબર (હિ.સ.) : નાબાર્ડના માર્ગદર્શન અનુસાર હસ્તકલા, હાથશાળ અને ખેડૂત સંસ્થાના ઉત્પાદનોનો વેચાણ મેળો યોજાશે. જેમાં હસ્તકલાની વિવિધ વસ્તુઓ, હાથ બનાવટના વસ્ત્રો, આભુષણો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી નિર્મિત ખાદ્ય ઉત્પાદનોનું એક જ છત નીચે વેચાણ કરવામાં આવશે. જેનાથી કેન્દ્ર સરકારની લોકલ ફોર વોકલ મુવમેન્ટને પ્રોત્સાહન પણ મળશે.
આગામી તા.૧૦ થી ૧૨ ઓક્ટોબરના સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૯:૦૦ કલાક સુધી એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, તળાવ ગેટ, જૂનાગઢ શહેર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો જૂનાગઢની જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ