અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે જાનલેણી ઘટના બની હતી. અચાનક નરભક્ષી બનેલા દીપડાએ ગામમાં રમતી માત્ર 5 વર્ષની પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી પર હુમલો કર્યો અને તેની ગંભીર ચોટથી મોતને ઘાટ ઉતારી દીધું. ઘટનાની જાણ થતાં જ ગામમાં શોક અને ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી. ગામ અને આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા ગયા અને પેટ્રોલિંગ વધારાયું. સ્થાનિક ગ્રામજનો અને વનવિભાગના સહયોગથી જમણી મહેનત બાદ માત્ર 24 કલાકમાં નરભક્ષી દીપડાને પાંજરમાં પકડી લેવામાં સફળતા મળી. વનવિભાગે દીપડાને સલામત રીતે કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. આ ઘટના પછી ગામમાં શાંત વાતાવરણ ફેલાયું છે, પરંતુ વનવિભાગએ આગાહી કરી છે કે ભવિષ્યમાં આવું ન થાય તે માટે સુરક્ષા પગલાં કડક કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai