સુરત, 6 ઓક્ટોબર (હિ.સ.)- દુનિયાનો છેડો એટલે “ઘર” એમ કહેવાય છે કારણ કે ઘરે આરામ શાંતિ અને સરનામું છે પરંતુ જો ઘર પાકું ન હોય તો ઘરના સરનામે જોખમ પણ દસ્તક દે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌને પોતાનો મકાનના વિઝન સાથે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની અમલવારી કરવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના હજારો લોકોને પોતાના મકાનનો રૂપમાં પોતાની છત્રછાયા આપવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે એક પરિવારને પોતાના પાકા ઘરનું સપનું સાકાર થયું છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિમાં તથા ગારા અને લીપણવાળી દીવાલોમાં ખૂબ જ તકલીફ અને પરિવારના સભ્યો ભયના માહોલમાં રહેતા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી આજે આ પરિવાર પોતાનું પાકું મકાન મેળવી પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા ત્યારે મકાનની અંદર પાણી પડવું મચ્છરનો ઉપદ્રવ, દિવાલો પડી જવી, ઝેરી જીવજંતુઓનો ભય રાત-દિવસ રહેતો હતો. ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર ભરાવાના કારણે મારા બાળકોને ખૂબ તકલીફ પડતી હતી. પરિવારમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોતાનું મકાન બનાવી શકે તેમ ન હતા. અન્ય કોઈ એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હતી. ત્યારબાદ સમાચારપત્ર તથા ગ્રામ પંચાયત હસ્તક મારા પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિશે માહિતી મળી. જેમાં ગ્રામપંચાયત હસ્તક તથા તાલુકા પંચાયતના સહકારથી મારા પાકા મકાન માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી. ત્યારબાદ ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2024-25માં મારૂ આવાસ મંજૂર કરવામાં આવ્યું. પ્રથમ હપ્તા પૈકી 30,000 બીજા હપ્તાના 80,000 ત્રીજા હપ્તા પૈકી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વધારના રૂા.50,000 ચોથા હપ્તાના 10,000નો લાભ મળ્યો છે. વધુમાં તેઓ કહે છે કે, મનરેગા અંતર્ગતના 90 દિવસની રોજગારી તથા બાથરૂમ સહાય પેટે રૂા.5000 રૂપિયાની સહાય મળી છે. આમ કુલ 1.70 લાખની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ દ્વારા અમને મળી છે તથા આવાસ માટે પોતાની રકમ ઉમેરીને અમે અમારું પોતાનું મકાન તૈયાર કર્યું છે. આજે અમારો પરિવાર ખૂબ શાંતિથી અને સુરક્ષિત રહી શકીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી અમારા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
વધુમાં લાભાર્થી પરિવાર દ્વારા સરકારની અન્ય યોજનાઓ જેમ કે, રાંધણ ગેસ માટે ઉજ્જવલા યોજના, આરોગ્યની ચિંતા કરીને આયુષ્માન કાર્ડનો લાભ પણ મળ્યો છે. આ કાર્ડ બદલ અચાનક કોઈ બીમારી સામે આર્થિક રીતે પહોંચી વળવા મદદરૂપ થશે. સરકાર દ્વારા અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ તથા અન્ય યોજના લાભ આપવા બદલ તેમણે પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે