મહેસાણા એલસીબીએ ભાણપુર ગામેથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો.
મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી પર કાબૂ મેળવવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સતત કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એલસીબીએ મોટી સફળતા મેળવી છે. પોલીસે એક બંધ મકાનમાં દરોડો પાડી ત્યાંથી કુલ
મહેસાણા એલસીબીએ ભાણપુર ગામેથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો.


મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી પર કાબૂ મેળવવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સતત કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એલસીબીએ મોટી સફળતા મેળવી છે. પોલીસે એક બંધ મકાનમાં દરોડો પાડી ત્યાંથી કુલ 42 કેરબા (ડ્રમ) ભરેલા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 1470 લિટર દેશી દારૂની કિંમત અંદાજે રૂ. 2.94 લાખ જેટલી ગણવામાં આવી છે.પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમે ભાણપુર ગામના એક શંકાસ્પદ મકાન પર નજર રાખી, જ્યાં લાંબા સમયથી કોઈ રહેતું ન હોવા છતાં અંદર આવનજાવન થતી હોવાની માહિતી મળી હતી. છાપો મારતા અંદર મોટી સંખ્યામાં દેશી દારૂના ભરેલા કેરબા મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી તમામ કેરબા જપ્ત કર્યા અને આ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ દારૂની હેરાફેરીનો ગુનો નોંધ્યો છે.આ ત્રણેય આરોપીઓ સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ મકાન કોના નામે છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.મહેસાણા એલસીબીના અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાભરમાં દારૂના ગેરકાયદેસર વેપાર અને સંગ્રહ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ આવા દરોડા અને કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે જેથી દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande