રાયબરેલીમાં યુવકની હત્યાના વિરોધમાં, એનએસયુઆઈ મંગળવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક યુવકની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) મંગળવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એનએસયુઆઈ ના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરીના જણાવ્યા અનુસાર, “ઘટના સંબંધિત વીડ
હત્યા


નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક યુવકની

હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) મંગળવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એનએસયુઆઈ ના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરીના જણાવ્યા અનુસાર, “ઘટના સંબંધિત વીડિયો સામે આવ્યા હોવા છતાં, આરોપીઓ પર ગંભીર

કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા નથી.”

તેમણે જણાવ્યું હતું કે,”પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે

એક વિશાળ આંદોલન શરૂ કરવામાં આવશે.” તેમણે જણાવ્યું હતું કે,” લોકસભામાં વિરોધ

પક્ષના નેતા રાહુલ ગાંધીએ હરિઓમના પરિવાર સાથે, વાત કરી હતી, સંવેદના વ્યક્ત

કરી હતી અને ન્યાયની લડાઈમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. આ ઘટના માત્ર એક

પરિવાર માટે જ નહીં પરંતુ બંધારણીય મૂલ્યો માટે પણ એક ફટકો છે.” તેમણે જણાવ્યું

હતું કે,” વિદ્યાર્થી સંગઠન પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે દેશભરમાં

વિરોધ પ્રદર્શન કરશે.”

ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી ત્રણ મુખ્ય માંગણીઓ: બધા આરોપીઓ

પર હત્યા (કલમ 302), કાવતરું (કલમ 120B), અને SC/ST (અત્યાચાર નિવારણ)

અધિનિયમનો આરોપ લગાવવો જોઈએ, હરિઓમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવી જોઈએ,અને પરિવાર અને

સાક્ષીઓને સુરક્ષિત રાખવા જોઈએ અને ખાસ કોર્ટમાં ઝડપી ટ્રાયલ ચલાવવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande