પ્રાથમિક શિક્ષણ નિયામકનો નિર્ણય : જામનગરના 67 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા આદેશ
જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ બાદ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 67 પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS) હેઠળ સમાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા આ આદેશ જારી કરાયો છ
પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક


જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ બાદ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 67 પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS) હેઠળ સમાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા આ આદેશ જારી કરાયો છે.આ 67 શિક્ષકોમાં 3 નિવૃત્ત અને 64 હાલ ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી તેમને જૂની પેન્શન યોજનાના લાભો મળવાનું શરૂ થશે.

આ કાર્યવાહી ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારમાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો સહિત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાના ઠરાવના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી. નિયામક કચેરી દ્વારા કેમ્પ યોજીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી.

આ કેમ્પ દરમિયાન શાસનાધિકારી, કચેરી સ્ટાફ અને શિક્ષકોની ટીમના સહિયારા પ્રયાસોથી પૂર્વ તૈયારીઓ સફળ રહી હતી. મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, જામનગર દ્વારા તમામ લાભાર્થી શિક્ષકો વતી નિયામક કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.આ માહિતી મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ માકડિયા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande