પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં .7 ઓક્ટોમ્બરના જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર ઉપસ્થિતિમાં અડવાણા ખાતેથી વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ વિકાસ રથ દ્વારા ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓનોની માહિતી અને લાભ જનસામાન્ય સુધી પહોંચતો કરાશે. પંચાયત વિભાગના સંકલનથી આ રથ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને નાગરિકોમાં વિકાસ અને જનકલ્યાણ માટેની યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવશે
વધુમાં વિકાસ સપ્તાહ અન્વયે તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ”, ગ્રામ્ય કક્ષાએ શાળાઓ તથા સાર્વજનિક સ્થળોએ વિશેષ અતિથિની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમો ,સ્વચ્છતા કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) સંબંધિત ચલચિત્ર નિદર્શન, સાર્વજનિક સ્થળોએ સફાઈ ઝુંબેશ અને પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાનની સાથે- સાથે સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજનાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya