નવી દિલ્હી, ૦6 ઓક્ટોબર (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજસ્થાનના
જયપુરમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી કાર્યાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર પોસ્ટ
કરાયેલા એક સંદેશમાં, પ્રધાનમંત્રી
મોદીએ કહ્યું, રાજસ્થાનના
જયપુરમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી થયેલા મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. જેમણે
પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ
થવાની કામના કરું છું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એક્સપર આ ઘટના પર શોક
વ્યક્ત કરતા કહ્યું,
જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લાગેલી આગ દુ:ખદ છે. સ્થાનિક વહીવટીતંત્ર
અસરગ્રસ્ત દર્દીઓની સલામતી,
સારવાર અને સંભાળ
સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લઈ રહ્યું છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા
લોકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું
છું.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માનસિંહ (એસએમએસ)
હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં રવિવારે મોડી રાત્રે, લાગેલી આગમાં સાત
દર્દીઓના મોત થયા હતા. મૃતકોની ઓળખ પિન્ટુ (સીકર), દિલીપ (આંધી, જયપુર), શ્રીનાથ (ભરતપુર), રૂકમણી (ભરતપુર), કુશમા (ભરતપુર), સર્વેશ (આગ્રા, ઉત્તર પ્રદેશ) અને બહાદુર (સાંગાનેર, જયપુર) તરીકે થઈ
છે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ